Skip to content

Recent Posts

  • હા હું ગુજરાતી છું અને મારે મન આજે છે, માતૃભાષા ગૌરવ દિવસ
  • Happy Valentine Life
  • Is a band score of 9 achievable in IELTS writing module? Definitely YES.
  • MARKETING – A traditional means to an end or pushing the boundaries through artificial realities? What’s your evolving story?
  • My VERSION 2.0 – INSCRUTABLY REALISTIC Kulin Makwana

Most Used Categories

  • Uncategorized (3)
  • Laws of Marketing (1)
  • IELTS (1)
Skip to content

Kulin Makwana

maps words to the unheard voices in tune with the modern world…

Subscribe
    • Home
    • Uncategorized
    • Happy Valentine Life

    Happy Valentine Life

    adminFebruary 14, 2023February 20, 2023

    શીર્ષક વાંચીને આશ્ચર્ય ન થાય તો જ નવાઈ. મનમાં ચોક્કસ થશે કે આ વળી શું નવું ગતકડું આવ્યું? Valentine’s Day ઓછો હતો કે હવે Valentine Life આવી ગઈ. ચાલો આજે તેને જાણી લઈએ અને તેની પણ મજા માણી લઈએ. પ્રેમના પ્રતિક સમા એક દિવસને લાગણીઓના અસીમિત ફલક પર અનંતકાળના સફરમાં ફેરવી દઈએ.

    પ્રેમના પ્રતિક સમા આ દિવસમાં પ્રેમની વાત ના માંડીએ તો કદાચ લેખ અધુરો રહે; પણ પછી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે કે પ્રેમએટલે શું?

    પ્રેમ કરાય, પ્રેમ વહેંચાય, પ્રેમ ઉછીનો લેવાય, પ્રેમ અપાય, પ્રેમ અનુભવાય પ્રેમને માણી શકાય. પ્રેમ દ્વારા ઘણું બધું કહી શકાય અને કરી શકાય પણ આખરે પ્રેમ વિષે કહેવાનું હોય કે તેની વ્યાખ્યા આપવાની હોય તો બહુ તકલીફ પડે. તેને લાગણીઓના મુક્ત ગગનમાંથી વ્યાખ્યાની સીમિત ધરતીમાં કેદ કરવો ખુબ અઘરું થઇ પડે. કંઈ કેટલાય અસંખ્ય પુસ્તકો પ્રેમવિષે લખાયા હશે ને વંચાયા પણ હશે; તોય, જ્યારે પ્રેમ વિષે વ્યક્તિગત વ્યાખ્યા આપવાની આવે ત્યારે, કોઈ પણ બે વ્યક્તિની લાગણીઓ જાણે એક સરખી હોઈ શકતી નથી. અહો આશ્ચર્યમ!

    આજે Valentine’s Day. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રેમ પ્રદર્શિત કરવાનો દિવસ. ઉર્મિઓને વાચા આપી તેને પ્રકટ કરવાનો દિવસ. કદાચ આજ ભેદ છે પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિ વચ્ચે. પાશ્ચાત્ય સંસ્કૃતિ માણસ કે ઘટના સાથે જોડાઈને ઉત્સવના કે સમયના અભાવે પ્રતિક દિવસ તરીકે ઉજવણી કરે છે.(Valentine’s Day, Father’s Day, Mother’s Day, Friendship Day, Rose Day, Chocolate Day, Music Day વિ.). તેની તહેવાર ઉજવવાની રીત ભિન્ન હોય છે. ઉજવણીમાં એક શિસ્ત હોય છે. જ્યારે પૂર્વની સંસ્કૃતિ માણસ, ઘટના, વિજ્ઞાન, ઋતુ-ચક્ર અને લાગણીઓના સમન્વયથી સર્જાયેલ પર્વ બની રહે છે. તે સતત મન મૂકીને વરસવાના ઉન્માદથી છલકતો ધોધ છે. તેથી જ ગમે તેટલાં આધુનિક થઈએ તોપણ તહેવાર આવે ત્યારે આપણી અર્વાચીનતાને એક બાજુ પર મૂકીને આપણી પરંપરાગત માનસિકતાનો તથાસંસ્કારનો આપણે હાથ પકડી લઈએ છીએ.

    આજે Valentine’s Day. ત્રણ જુદી-જુદી સદીમાં યુરોપના મુખ્યત્વે ઇટાલી દેશમાં ત્રણ વ્યક્તિઓને સંત વેલેન્ટાઈનનું બિરૂદ આપીને તેમની યાદમાં પ્રેમના પ્રતિક રૂપે ઉજવાતો આ દિવસ છે. તેના ઉદ્ભવનો ઈતિહાસ, ચોકકસપણે સાક્ષી નથી બની શકતો. કહેવાય છે કે ૧૮મી સદીમાં આ દિવસ ઉજવવાનો શિરસ્તો આરંભાયો અને ૧૯મી સદીથી પ્રેમી-પ્રેમિકાઓ પોતાના પ્રેમનો એકરાર આ દિવસે England દેશમાં એક બીજાને ફૂલો આપીને કરતા હતા. કાળક્રમે તેમાં ચોકલેટ, કાર્ડ, અને ભેંટ સોગાદો તથા વિવિધ વસ્તુ નો ઉમેરો થતો ગયો.

    Valentine’s Day નું એક જમા પાસું એટલું સરસ છે કે તે ફક્ત કોઈ પણ એક સંબંધ પૂરતો સીમિત થઈ જતો અને ઉજવાતો દિવસ નથી. તે દરેક સંબંધને પ્રેમથી ઓળખવાની, પ્રગટ કરવાની અને માણવાની મોકળાશ આપે છે પછી તે ભલેને પ્રેમી-પ્રેમિકા હોય, પતિ-પત્ની હોય, માતા-પુત્ર હોય, પિતા-પુત્ર હોય, ભાઈ-બહેન હોય કે પછી કોઈ અન્ય સંબંધે બંધાલેય વ્યક્તિઓ હોય. કોઈ પણ એક સંબંધની મર્યાદા નથી તો તેની અભિવ્યક્તિ માટે એક દિવસની મર્યાદા કેમ? મનુષ્યજીવનની અવિરત વહેતી લાગણીઓને સન્માનવા ફક્ત એક દિવસ જ કેમ? જીવન ઉત્સવ કેમ નહિ?

    આ દિવસને દુનિયા સમક્ષ લાવીને પ્રચલિત કરનાર લોકો જ આજે આ દિવસનો વિરોધ કરી રહ્યા છે. તેમને આ દિવસનીઉજવણી સામે વાંધો નથી પણ તેના વ્યાપારીકરણ સામે વાંધો છે.

    આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ઠંડી પોતાનાં બધાં જ ઓરતાં પૂરા કરીને વિદાય લેવાની વેતરણમાં છે. વસંત ઋતુ ધીમા પગલેમક્કમતાથી પોતાની પાંખો ફેલાવી રહી છે. પાનખર કંઈ કેટલાય સપનાઓને આભમાંથી સુકવીને ધરતીની શૈયા પર પોઢાવીરહી છે. આટલી બધી આવન-ગમનની વચ્ચે, પ્રેમનો દિવસ આજે ઉગી ગયો છે.

    કોઈકે એક પંક્તિમાં ખૂબ સુંદર રીતે કહ્યું છે કે :

    પ્રેમના દરવાજે કોઈ રણકાર આપી ગયું
    નફરતોથી ભરેલી આ દુનિયામાં કોઈ અમને ઉધારીમાં પ્રેમ આપી ગયું.

    પ્રેમ ઉધારીમાં મળે તો સાચવી રાખવો, પ્રેમ ઉધારમાં મળે તો પછી તેટલો જ નહીં, બે ગણો નહી, ચાર ગણો નહીં, પણ અનેકગણો પાછો આપવો એ જ આપણી સંસ્કારિતા. પણ જો પ્રેમ કરીએ કે પ્રેમ આપીએ અને પાછો ના મળે તો? વળતર તો નામળે પણ દિલ દુભાય તો? તો શું? પ્રેમ કર્યાની કે આપ્યાની લાગણીજ એટલી ઉત્તમ છે કે તેનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. એટલું ઓછું છે કે આપણને પ્રેમની લાગણીમાં તરબોળ થવાનો મોકો મળે છે? તેથીજ કોઈ કવિને લખવાનું મન થયું હશે:

    પ્રેમમાં મીઠી વેદના મળી એ બહુ છે
    સ્વપ્નોને નવી દિશા મળી એ બહુ છે
    પ્રેમ પૂરો થયો કે અધુરો રહ્યો વાત એ નથી
    પ્રેમ કરવાનો અવસર મળ્યો એ જ બહુ છે.

    અને પ્રેમનો તો સનાતન નિયમ છે કે પ્રેમ આપો તો વળતરની અપેક્ષા નહિ અને પ્રેમ મળે તો એ ઉપકારની ઉપેક્ષા નહિ.

    પ્રેમની જ્યારે વાત થાય ત્યારે વિરહની વાત પણ અચૂક નીકળે. વિરહ એ પ્રેમના સિક્કાની બીજી બાજુ છે. વિરહ નામની લાગણી સહુ કોઈને માફક આવે તેવી નથી હોતી. પણ આજે લાગણીનાં પ્રેમરૂપી સીક્કાનેજ ઉછાળીએ. ફરી ક્યારેક સમયનાપ્રવાહમાં સિક્કાની બીજી બાજુની હડફેટે ચઢીશું ત્યારે અવશ્ય ચર્ચા કરીશું અને વિરહના શહેરનો વિચિત્ર ન્યાય પણ જોઈશું.

    તો અપેક્ષાની સીમાઓ ભૂલી અને ઉપેક્ષા નહી કરવાના જોજનો યાદ રાખી સતત પ્રેમની લાગણીને જીવનમાં ઉપસ્થિતરાખીશું તો હરહંમેશ આપણા અસ્તિત્વને કે આપણા સંબંધોને ગર્વથી કહી શકીશું કે મારો દિવસ નહીં, મારો મહિનો નહી, મારા વર્ષો નહી, મારું તો જીવન જ પ્રેમમય છે. Mine is A Happy Valentine Life.

    આજે સંભળાવું આપને મારી Happy Valentine Lifeનાં ખજાનામાંથી ત્રણ યુગલ ગીત. તમે કદાચ સાંભળ્યા હશે. સાંભળ્યા હોય તો ફરી એકવાર સાંભળજો, ન સાંભળ્યા હોય તો સાંભળજો અને માણજો. પોતાનાઅને પારકાં સહુને માટે થોડો સમય ફાળવજો અને તે સમય આપને માટે સદાય પ્રેમમય બની રહે તેવી શુભેચ્છાઓ સહિત

    મિત્રતા સહ,

    કુલીન

    Post navigation

    Previous: Is a band score of 9 achievable in IELTS writing module? Definitely YES.
    Next: હા હું ગુજરાતી છું અને મારે મન આજે છે, માતૃભાષા ગૌરવ દિવસ

    Related Posts

    હા હું ગુજરાતી છું અને મારે મન આજે છે, માતૃભાષા ગૌરવ દિવસ

    February 21, 2023February 21, 2023 admin

    My VERSION 2.0 – INSCRUTABLY REALISTIC Kulin Makwana

    August 1, 2022October 18, 2022 admin

    Recent Posts

    • હા હું ગુજરાતી છું અને મારે મન આજે છે, માતૃભાષા ગૌરવ દિવસ
    • Happy Valentine Life
    • Is a band score of 9 achievable in IELTS writing module? Definitely YES.
    • MARKETING – A traditional means to an end or pushing the boundaries through artificial realities? What’s your evolving story?
    • My VERSION 2.0 – INSCRUTABLY REALISTIC Kulin Makwana

    Categories

    • IELTS
    • Laws of Marketing
    • Uncategorized
    Copyright All Rights Reserved | Theme: BlockWP by Candid Themes.